શબે મેઅરાજના નવાફીલ

૧૨ રકાત નવાફીલ

બે-બે રકાત કરીને પઢો. દરેક રકાતમાં અલ્હમ્દુ પછી પાંચ વાર કુલ હુવલ્લાહ પઢો.

૧૨ રકાત પઢ્યા બાદ ૧૦૦ વાર કલ્મએ તમજીદ, ૧૦૦ વાર ઈસ્તિગફાર, ૧૦૦ વાર દુરૂદ શરીફ પઢો.

જે દુઆ કરે ઈન્શાઅલ્લાહુ તઆલા કબૂલ થશે.

૬ રકાત નવાફીલ

બે-બે રકાત કરીને પઢો. દરેક રકાતમાં અલ્હમ્દુ પછી ૭ વાર કુલ હુવલ્લાહ પઢે.

૬ રકાત પઢ્યા બાદ ૫૦ વાર દુરૂદ શરીફ પઢે.

તમામ દીની તથા દુનિયવી હાજતો પૂરી થશે અને ૭૦ હજાર ગુનાહ માફ થશે.

૨ રકાત નવાફીલ (ખાસ)

દરેક રકાતમાં અલ્હમ્દુ પછી ૨૭ વાર કુલ હુવલ્લાહ પઢે અને કાઈદામાં અત્તહિય્યાત પછી ૨૭ વાર દુરૂદે ઈબ્રાહીમ પઢે.

સલામ બાદ તેનો હદિયો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બારગાહમાં પેશ કરવાની સઆદત હાંસલ કરે.

ખૂબ ભલાઈઓ પામશે.

૨ રકાત નવાફીલ (ઔલિયાનો સવાબ)

પ્રથમ રકાત અલ્હમ્દુ પછી સૂરએ અલમનશરહ, બીજી રકાતમાં અલ્હમ્દુ પછી લિઈલાફ પઢે.

આ નમાઝ પઢવાથી ઔલિયાની સાથે નમાઝ પઢવાનો સવાબ મળે છે.

૧૦ રકાત નવાફીલ

બે-બે રકાત કરીને પઢો. દરેક રકાતમાં અલ્હમ્દુ પછી ત્રણવાર સૂરએ કાફિરૂન, બે વાર કુલ હુવલ્લાહ પઢે.

દસ રકાત પછી એકવાર કલ્મએ તૌહીદ પઢે પછી આ દુઆ પઢે:

اَللّٰهُمَّ صَلِّ عَلٰی سَيِّدِنَا مُحَمَّدٍ وَّعَلٰٓى اٰلِهِ الطَّاهِرِينَ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ الْعَلِیِّ الْعَظِيْمِ۔

(અલ્લાહુમ્મ સલ્લિ અલા સૈયિદિના મુહમ્મદિવ્ વઅલા આલિહિ તાહિરીન વલા હૌલ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ.)

અલ્લાહ તઆલા દરેક રકાતને બદલે ૧૦૦૦ રકાતનો સવાબ અતા કરશે.

અન્ય ફઝીલતો (Other Virtues)

ગુસલની ફઝીલત

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ઈર્શાદ ફરમાવ્યો, જે કોઈ રજબની પહેલી, પંદરમી અને સત્તાવીસમીએ ગુસલ કરશે તો તે ગુનાહોથી એવો પાક થઈ જશે, જાણે કે આજે જ પેદા થયો હોય.

રોઝાની ફઝીલત

જે કોઈ ૨૭ મી રજબનો રોઝો રાખે તેને જન્નતની એક નહેરથી પાણી પીવડાવવામાં આવશે જે મધથી અધિક મીઠું, બરફથી અધિક ઠંડુ અને દૂધથી અધિક સફેદ હશે. અને અલ્લાહ તઆલા તેને દોઝખની આગથી બચાવી લેશે અને તેને જન્નતથી સરફરાજ ફરમાવશે.